Agriculture News : મહેસાણા જિલ્લાના જોટાણા ગામના ભૂરાજી ચૌહાણ વર્ષોથી રાસાયણિક ખેતી કરતા ખેડૂત છે. પાકમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ વઘ્યો કે તરત જ બજારમાંથી લાવેલી દવાઓનો છંટકાવ, ખાતરનો વધુ ખર્ચ અને પાક વેચ્યા પછી પણ આવક ઓછી. આ પરિસ્થિતિએ તેમના મનમાં પ્રશ્નો ઊભાં કર્યાં કે આ પ્રકારની ખેતીનો વિકલ્પ વિચારવો જ રહ્યો. તેમને થયું કે જો ખેતીને ટકાવવી હોય તો પ્રાકૃતિક ખેતી અવશ્ય ઉપયોગી બને. એટલે પ્રાથમિક માર્ગદર્શન લેવા માટે તેઓ વર્ષ 2023માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાયા અને ત્યાંથી તેમના વિચારોમાં મોટો ફેરફાર આવ્યો.
અતિવૃષ્ટિ વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીએ પાક બચાવ્યો

