Agriculture News : સૃષ્ટિનું સંતુલન જળવાશે તો માનવજાતિ સાથે અન્ય જીવો પણ જળવાશે. ખેતીમાં વિવિધ નિર્દોષ પ્રયોગો થકી પર્યાવરણની જાળવણી કરીને, વૈજ્ઞાનિક અભિગમ સાથે પોતાનાં ખેતરને પ્રયોગશાળા બનાવીને, આ ખેતરનો ખેડૂત પોતાનાં પ્રયોગો અને અનુભવોનાં ભાથામાંથી સફળતાપૂર્વક જીતની હારમાળા સર્જી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કમાલપુર ગામના ઘનશ્યામભાઈ પટેલ એક પ્રયોગશીલ, અભ્યાસુ ખેડૂત છે. પોતાની 25 વીઘા જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતીનાં વિવિધ પ્રયોગો નિરંતર કરતા રહે છે. તેમાં તેમને નવા નવા અનુભવો પણ થતા રહે છે.
આ પ્રયોગ અપનાવી જુઓ, જીવાત નિયંત્રણ આપોઆપ થઈ જશે

