Agriculture News : ઇસબગુલ જેને ઘોડાજીરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે તે આપણા દેશમાં ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર અને નિકાસલક્ષી મહત્ત્વ ધરાવતો પાક છે. તે સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે. આ વનસ્પતિઓમાં બાયએક્ટિવ સંયોજકો હોય છે, જે સારવાર માટે ફાયદાકારક છે. ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં તેનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.
ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં ઇસબગુલનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.

