Agriculture News : ભલે તમે ખેડૂત હોય, વર્ષોથી ખેતી કરતા હોય, પણ ખેતીમાં આવતાં વિવિધ પરિવર્તનો, શોધ- સંશોધનોથી ખેડૂતોને અવગત તો કૃષિવિજ્ઞાનીઓ જ રાખી શકે. બદલાતા વાતાવરણ સાથે ખેતીમાં આવતા પરિવર્તન સાથે તાલ મેળવવા જૂનાગઢ જિલ્લા-તાલુકાના અવતડીયા ગામના ખેડૂત રાજેશભાઈ બુહાની જેમ વૈજ્ઞાનિક ભલામણો અને સલાહ મુજબ ખેતી કરવી એ આજનાં સમયની જરૂરિયાત છે.
રાજેશભાઈ જણાવે છે કે, સામાન્ય રીતે ખેડૂતો ઘરનું જ બિયારણ વાપરવાનું વલણ રાખે છે, જ્યારે તેઓ ખેતીમાં ઉત્તમ બિયારણની પસંદગી માટે કૃષિ યુનિવર્સિટી કે બીજનિગમનું બિયારણ વાપરે છે. આ બિયારણ થોડું મોંઘું હોય, પણ તેમને વિશ્વાસ છે કે, નવું અને ઉત્તમ ગુણવત્તાનું બિયારણ વધુ ઉપજ આપે છે. કૃષિ યુનિવર્સિટીના બિયારણમાં વિશેષ માવજતની જરૂર પડતી નથી.

