ખેતીમાં રાસાયણિક દવા-ખાતરનો ખર્ચ પ્રતિ વીઘે રૂ.15,000થી ઘટાડી રૂ.2,600 કર્યો


Agriculture News : ખેતીમાં ખેડૂતની મુખ્ય સમસ્યા જ્યારે સતત વધતા જતા ખેતીખર્ચની હોય ત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીખર્ચ કેટલો ઘટે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ખેતીખર્ચ ઘટવાના કારણે ઉત્પાદન થોડું ઓછું કે સરખું હોય તો પણ સરવાળે નફો રહે.

રાસાયણિક દવા-ખાતરનાં ભારે ખર્ચ કરવાને બદલે પ્રાકૃતિક ઉપાયોથી, ખર્ચ ઘટાડીને, ઓછા ખર્ચમાં જ ખેતી કરીને મહેસાણા જિલ્લાનાં જોટાણા તાલુકાના, સાંથલ ગામના અજીતભાઈ ચેલાભાઈ પટેલ વર્ષ 2019 થી આત્મા પ્રોજેક્ટ, જોટાણાના માર્ગદર્શનથી તેમની આઠ વીઘા જમીનને પ્રાકૃતિક ખેતીમાં ફેરવી રહ્યા છે. તેમાં ચાર વીઘા જમીન સંપૂર્ણ પ્રાકૃતિક થઈ ગઈ છે અને અન્ય પરિવર્તનના તબક્કામાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *