ઘઉંના ઓછા ઉત્પાદન છતાં ખર્ચમાં ઘટાડા સાથે આર્થિક આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ


• પ્રાકૃતિક ખેતીના પ્રારંભિક તબક્કામાં ઉત્પાદન થોડું ઘટવા છતાં પણ લાંબાગાળે આર્થિક લાભ જ છે

• રાસાયણિક ખેતીના કારણે સતત વઘતા જતા ખર્ચ અને ઘટતા જતા ઉત્પાદનના કારણે હવે જીગરકુમારે અનુભવ્યું છે કે ઓછા ખર્ચે વધુ આવક મેળવવા માટે પ્રાકૃતિક ખેતી જ ઉપયોગી બને તેમ છે

Agricultural News : આવનારી પેઢી માટે ધરતીને સુરક્ષિત રાખવાનું મૂલ્ય સમજીને બે વર્ષ પૂર્વે જીગરકુમાર પટેલે પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. પોતાની 50 એકર જમીનમાંથી તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માત્ર ત્રણ એકરથી જ કરી. 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુકંપા ગામના આ ખેડૂત તેમની 50 એકર જેટલી વિશાળ જમીનમાં સિઝન પ્રમાણે વિવિધ પાકોમાં ચોમાસામાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાક અને રવી સીઝનમાં બટાકા, ચણા, ઘઉંની ખેતી કરતા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *