ચણાની ખેતીમાં પ્રત્યક્ષ લાભ, વીઘાદીઠ ઉત્પાદન 25 મણથી વધીને 40 મણ સુધી પહોંચ્યું


Agriculture News : ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક છે તેવું પાટણ જિલ્લાના ખેડૂત દજાભાઈ નાડોદા કહે છે. પોતાના અનુભવ પ્રમાણે તેઓ જણાવે છે કે ટપક સિંચાઈ પદ્ધતિથી લાભ જ થાય છે. ધોરીયા પદ્ધતિની સામે ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતો માટે નફાકારક છે કારણ કે તેમાં પાણીનો વેડફાટ થતો નથી અને ખેડૂતને લાંબા ગાળે ફાયદો જ કરાવે છે. ધોરીયા પદ્ધતિ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ બંને સિંચાઈની જ પદ્ધતિઓ છે, પરંતુ બંનેમાં મોટો તફાવત છે.

પરંપરાગત ઘોરિયા પદ્ધતિમાં પાણી વધુ માત્રામાં વપરાય છે અને પાણીનો બગાડ થવાની શક્યતા વધુ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *