• બનાસકાંઠા જેવા વિસ્તારમાં સ્ટ્રોબેરી જેવા નવીન પાકનો ખેડૂતનો સફળ પ્રયોગ
• હડાદ તાલુકાના સાહસિક ખેડૂત જયંતિભાઈએ સ્ટ્રોબેરીના 2000 છોડથી ખેતીની શરૂઆત કર્યા બાદ તેમાં સફળતા મળતા આ વર્ષે 4000 છોડનું વાવેતર કરીને અનેક ખેડૂતોને વિચારતા કરી દીઘા છે
Agricultural News : બનાસકાંઠા જિલ્લાનાં હડાદ તાલુકાનાં છોટા બામોદરા ગામનાં પ્રાકૃતિક રીતે શાકભાજીની ખેતી કરતા જયંતિભાઈ બુંબડીયાનાં વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી એક નવીન પાક હતો છતાં સ્ટ્રોબેરીની ખેતી તેમનાં ખેતરમાં સફળ પણ રહી અને અનેક લોકોને અચરજ પણ પમાડી ગઈ. તેમનાં ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક જોઈને તેમને ઘણાં પૂછતા કે, ‘આનું શાક કેવી રીતે બનાવાય ? જ્યાં આ પાક વિશે સ્થાનિક કોઈ જાણકારી કે જાગૃતિ પણ ન હોય તેવા વિસ્તારમાં સ્ટ્રોબેરી જેવા પાકની સફળ ખેતી કરી અને આ વર્ષે પણ તેની ખેતી કરી છે અને તેનાં સારા પરિણામ અંગે તેઓ આશાવાદી છે.
જયંતિભાઈ 2.

