Agriculture News : ખેડૂતો ધાન્યપાક પરથી હટીને હવે લાંબાંગાળાનાં આયોજન સાથે બાગાયતી પાકને પણ પોતાનું લક્ષ્ય બનાવી રહ્યા છે એટલું જ નહીં, માત્ર ખાતર દઈને જ ઉપજની અપેક્ષા રાખવા કરતા જમીનમાં રહેલાં મિત્રજીવોને જીવંત કરીને ખેતીને નફાકારક બનાવી રહ્યા છે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાલી ગામના સુરેશભાઈ જમનાદાસ સુતરીયા. તેઓએ શાકભાજી અને ફળાઉ ઝાડની ખેતીમાં અનેક પ્રયોગો દ્વારા સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
તેમનાં 15 વીઘાનાં ફાર્મમાં વર્ષ 2019માં તેમણે અહીં 1515 ફૂટના ગાળે 400 જમ્બો કેસરના આંબા, 350 લીંબુના છોડ અને 250 સીતાફળના છોડનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત 2.5 વીઘામાં આંતરપાકમાં શાકભાજીનું વાવેતર કરે છે.

