પરંપરાગત પાક છોડીને ફળ-ઔષધીય વનસ્પતિની ખેતી, 3 વીઘામાં પોષણક્ષમ આવક

• ખેડૂત પાકપદ્ધતિ બદલીને નવા પ્રયોગ કરે તો ઓછી જમીનમાં પણ ખેતી સફળ બને

• ખેતરમાં એકાદ-બે ઊભા પાકને સાચવવા માટે ખેડૂતોએ જ્યારે તનતોડ મહેનત કરવી પડતી હોય ત્યારે આ પ્રયોગશીલ ખેડૂતે એક નહીં પણ અનેક પ્રકારના ફળ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી એક આદર્શ પૂરો પાડ્યો છે

Agriculture News : આપણી પરંપરાગત ખેતીમાં મોટાભાગના ખેડૂતો જે-તે સિઝન પ્રમાણે જે પાક લેવાતા હોય તેવા જ પાકોનું વાવેતર કરી તેનું સારું ઉત્પાદન મેળવવા તનતોડ મહેનત કરતા હોય છે. આવા પાકને ઉછેરવા વાવણીથી લઈને તેની કાપણી સુધીના પ્રત્યેક તબક્કે ખેડૂતોએ અનેક પ્રકારની પળોજણનો સામનો કરવો પડે, ત્યારે ઘણી વખત એવી સ્થિતિ પણ નિર્માણ થાય કે આ પાકને સાચવવા કેવી રીતે ?

વારંવાર બદલાતું વાતાવરણ, વર્ષે ને વર્ષે અવનવી જીવાતોનો વઘતો જતો ઉપદ્રવ, ક્યારેક ખેતમજૂરોની સમસ્યા અને છેલ્લે બઘું સમુસૂતરું ઉતરે તો પણ પોતાની કૃષિ પેદાશના પોષણક્ષમ ભાવનો પ્રશ્ન. આ બઘા સંજોગો વચ્ચે કોઈ પણ ખેડૂતને પોતાની ખેતીની સંભાળ રાખવી મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *