પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બિયારણનો આગ્રહ રાખો, ખર્ચ ઘટશે, ઉત્પાદન પણ વઘશે


Agriculture News : શિયાળાની ગુલાબી ઠંડીના દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સીમમાં ફરીએ તો ઠંડા પવનોની વચ્ચે ખેતરો ઘઉંના લીલાછમ પાકથી લહેરાતા હોય ત્યારે આનંદ થાય કે, પોતાના આર્થિક ઉપાર્જનની સાથે સામાન્ય માનવીની ખાદ્ય જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને ખેડૂત જે મહેનત કરી રહ્યો છે, તેના મીઠાં ફળ ધરતીમાતા અવશ્ય આપશે. પણ હવે સ્થિતિ એવી છે કે માત્ર આપણી ઇચ્છાથી નથી ચાલતું, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રકૃતિએ પણ સમયે સમયે તેના અલગ અલગ રૂપ દેખાડવાની શરૂઆત કરી દીઘી છે. ગ્લોબલ વોર્મિંગ કહો કે સતત વિષમ હવામાન વગેરે પરિબળોના કારણે અગાઉનાં વર્ષોની તુલનામાં ખેતી આજે સતત અનિશ્ચિત બનતી જાય છે.

રાજ્યમાં અનેક ખેડૂતો એવા છે કે જે હવે આ પ્રકારની વારંવારની સમસ્યાઓને પડકાર માનીને તેને અવસરમાં પલટાવવા અનેક પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનોનો લાભ લઈને જે-તે ખેતીપાકના શુદ્ધ પ્રમાણિત બિયારણનો આગ્રહ રાખે, આ પ્રકારના બિયારણોની પોતે પણ ખેતી કરે અને આ રીતે ગ્લોબલ વોર્મિંગ જેવા વિપરિત પરિબળો વચ્ચે પોતાની ખેતીને સાચા અર્થમાં ટકાઉ બનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *