Agriculture News : મારા પિતા ગાય અને બળદ આધારિત કુદરતી ખેતી કરતા હતા. એ સમયે અમારા ખેતરમાં પાક એટલો સારો થતો કે, અમારા ખેતરનું મરચું છેક મુંબઈ સુધી વેચાણ માટે જતું હતું. ત્યારે જમીન સજીવ હતી અને વાતાવરણ શુદ્ધ હતું. સમય જતાં, બદલાયેલી પરિસ્થિતિ, વારંવાર દુષ્કાળ કે અછત જેવી આપદાને કારણે, મેં રાસાયણિક ખેતી અપનાવી, જેમાં આવક તો થતી હતી પરંતુ ખર્ચ પણ ખૂબ વધી જતો હતો.
બદલાતા સમય અને બદલાતી ખેતીનાં સાક્ષી બનેલાં આ ખેડૂત એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના 70 વર્ષની ઉંમર ધરાવતા રણછોડભાઈ નારણભાઈ લકુમે ફરીથી પ્રકૃતિનો સહારો લઈ પ્રાકૃતિક ખેતી શરૂ કરી.

