પ્રાકૃતિક ખેતી ભવિષ્ય છે, નહીંવત્‌ ખર્ચ, વધારે નફો, સ્વસ્થ જમીન અને સ્વસ્થ જીવન


Agriculture News : વધુ ઉત્પાદન મેળવવા ખેડૂત ખેતઓજાર, ખાતર, પિયત અને ઝેરી જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરિણામે ખેડૂતોના ખેતીખર્ચમાં વધારો થાય છે અને ખેડૂતને ઘાર્યા પ્રમાણે આવક મળતી નથી. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ખેત ઉત્પાદનને અસર કર્યા વગર ખેતીખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી આવક વધારવી જોઈએ. ખેડૂતોએ જો ખેતી ટકાવવી હશે તો જૂની માનસિકતા અને કૃષિ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે અને સૌથી અગત્યની વાત એ કે, પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાનને સમજી સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. 

ભાવનગર જિલ્લાના રાજગોરની વાવડી ગામના ખેડૂત એવા જયંતીભાઈ ચૌહાણ પાસે કુલ 10 વીઘા જમીન છે, જે તેમને વારસામાં મળી છે, જેમાં તેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *