ફળાઉ પાકોની ખેતી અને મૂલ્યવર્ધન : રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ સાથે આર્થિક સમૃદ્ધિ

• ખેતીને વ્યવસાય તરીકે વિકસાવીને વાર્ષિક રૂપિયા 50 લાખનું ટર્નઓવર કરતું ખેડૂત યુગલ

• ખેડૂત ખેતી પ્રત્યેનો રૂઢિગત દ્રષ્ટિકોણ બદલીને વ્યાવસાયિક અભિગમ સાથે ખેતી કરે અને સૂઝબૂઝ સાથે મૂલ્યવર્ધન કરે તો, ખેડૂતની આવક વધતા વાર નહીં લાગે તેની સાથે જ કૃષિ ક્ષેત્રે ખ્યાતિ પણ વઘશે

Agriculture News : નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાનાં ગણદેવા ગામના સંજયભાઈ નાયકના પરિવારમાં પરંપરાગત પાક સાથે આંબાનો પાક હતો. એક સમયે સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સંજયભાઈએ માતાનાં અવસાન બાદ વર્ષ 1984માં ખેતીમાં જોડાવાનો નિર્ણય લીધો.

તેઓ જણાવે છે કે, ‘મેં ખેતીને એક વ્યવસાય તરીકે જોયો છે, જેમ એક વેપારી તેનું ઉત્પાદન વેચવામાં પોતાની પૂરતી તાકાત લગાવે છે, તેવી જ રીતે ખેડૂતે પણ પાકને યોગ્ય ભાવે વેચવાનો ભર5ૂર પ્રયાસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *