માત્ર 6.5 હેક્ટરમાં સરગવાની ખેતીમાં રૂા. 42 લાખની આવક, ખેડૂતની પ્રયોગશીલતાની સફળતાની પરાકાષ્ઠા


Agriculture News : આજે ઘણાં ખેડૂતો સરગવાની ખેતી કરે છે પરંતુ તેમાંથી તેઓ સંતોષકારક પરિણામ નથી મેળવી શકતા. સરગવો પીળો પડી જવો, ફાલ ખરી પડવો, શીંગ લાલ થઈ જવી જેવી અનેક સમસ્યાઓ તેમના પાકમાં જોવા મળતી હોય છે એટલું જ નહીં, ઓક્ટોબર-નવેમ્બરમાં વાતાવરણમાં આવેલ અચાનક બદલાવને કારણે ઘણાં ખેડૂતોને સરગવાની ખેતીમાં ભારે નુકસાન થયેલું, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના કામરાજભાઈ ચૌધરીની સરગવાની ખેતીમાં પ્રાકૃતિક ઉપાયોને કારણે, અન્ય ખેડૂતોની સરખામણીમાં 60 ટકા ફાલ ઊભો છે અને નુકસાની ઓછી આવી છે. તેઓ ખાસ પ્રાકૃતિક પ્રયોગોનાં કારણે, અન્ય ખેડૂતો કરતાં સરગવાની ખેતીમાં સફળ અને અગ્રેસર રહ્યાં છે. 

અહીં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે કામરાજભાઈના ફાર્મમાં સરગવાનો પાક માત્ર ઊભો જ નથી પરંતુ તેઓની સંપૂર્ણપણે વૈજ્ઞાનિક માવજત, તકેદારી અને આગવા સંશોઘનના કારણે માત્ર 6.5 હેક્ટર જમીનમાં કામરાજભાઈએ સરગવાની ખેતી દ્વારા વર્ષ 2023-24માં 1.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *