• માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં, પણ પારિવારિક અને ધરતીના સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવીએ
• જીવનભાઈ પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખાદ્યપદાર્થોનું પણ ઉત્પાદન કરતા હોવાથી તેની ઉચ્ચ ગુણવત્તાના કારણે છેલ્લા ઘણાં સમયથી તેમના પરિવારમાં આરોગ્ય સંબંધી કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો નથી
Agricultural News : આજની ખેતીમાં ઉત્પાદન જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વ હવે જમીનના સ્વાસ્થ્યનું પણ છે. જમીનની ઘટતી જતી તંદુરસ્તી, રોગ-જીવાતના ઉપદ્રવને નિયંત્રિત કરવા પાછળ થતો ખર્ચ, ખોરાકમાં દવાના અવશેષો અંગે ઉદ્ભવતા પ્રશ્નોએ ખેડૂતોને વિચારતા કર્યા છે કે, શું આપણે સાચા માર્ગ પર છીએ ? આવા જ પ્રશ્નો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામના આહીર જીવનભાઈ દેવાયતભાઈના મનમાં પણ ઉદ્ભવ્યા હતા. ખેતી તો વર્ષોથી તેઓ કરતા જ હતા પરંતુ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના ભવિષ્યની ચિંતાએ તેમને એક નવો માર્ગ બતાવ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ આકત્ત્ષત કર્યા.

