વાર્ષિક સરેરાશ ઉત્પાદન 500 મણથી વધીને 2500 મણ સુધી પહોંચ્યું


Agriculture News : સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાનાં ખોલડીયાદ ગામની વાત કરીએ તો, વર્ષ 2008-09નાં સમયે ગામ આખું વરસાદ આધારિત ખેતી કરતું હતુ ત્યારે આ ગામનાં ખેડૂત ઘનશ્યામભાઈ ઓઘડભાઈ અડાલજાએ હજુ ખેતી સંભાળી જ હતી. ગામમાં સ્થિતિ એવી હતી કે જો વરસાદથી ગામનું તળાવ ભરાય તો ગામનાં અન્ય ખેડૂતોનાં પાણીના વપરાશના કારણે પાણીનો સ્રોત મર્યાદિત બની જતો હતો. આના કારણે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહેતી કે જ્યાં ત્રણથી ચાર પિયતની જરૂરિયાત હોય તેની સામે તેમને માત્ર એક કે બે પિયત થાય તેટલું જ પાણી મળતું હતું, છેવટે તળાવ ખાલી થઈ જતું. 

ખેડૂતો ખેતીમાં જેટલો ખર્ચ કરે તેની સામે તેમને પાણીની અછતનાં કારણે યોગ્ય ઉત્પાદન મળે નહીં અને ખર્ચ સામે નફાનું ધોરણ ઘટતું જતું હતું. આ સ્થિતિ ગામનાં મોટાભાગનાં ખેડૂતોની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *