Agriculture News : ‘‘જ્યારે અમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી ત્યારથી ઘરમાં કોઈને દવા લેવાની જરૂર પડી નથી.’’ એવું ગર્વભેર કહે છે જૂનાગઢ જિલ્લાના માળિયા-હાટિના તાલુકાના જાનડી ગામના ખેડૂત લખુભાઈ સિસોદિયા, જેમણે વર્ષ 2008થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને આજ સુધી તેનું નિષ્ઠાથી પાલન કર્યું છે. તેમના મતે, જેમ શરીરને કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ હોય છે, તેમ જમીનના કેન્સરનું કારણ એટલે સમજણ વિનાની રાસાયણિક ખેતી. તેથી તેમણે નક્કી કર્યું કે કોઈપણ ભોગે જમીનને બગડવા દેવી નથી. કારણ કે જમીનમાં થતો કાર્બનનો ઘટાડો અને વધુ પડતી કઠણ જમીન હવે ખેડૂતો માટે જટિલ પ્રશ્ન બની ગઈ છે.
જ્યાં જમીન શુદ્ધ ત્યાં જીવન શુદ્ધ : દવા વગરનાં 7 વર્ષ

