Agriculture News : કૃષિ ક્ષેત્રે અનેક નવીન પ્રયોગો થઈ રહ્યા છે અને આવા પ્રયોગોને સફળતાપૂર્વક અપનાવીને અનેક ખેડૂતો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. આધુનિકતા સાથે સમન્વય સાધીને ખેતીને નફાકારક વ્યવસાય બનાવનારા આવા જ એક અગ્રેસર ખેડૂત એટલે બનાસકાંઠાં જિલ્લાનાં દાંતીવાડા તાલુકાનાં ડાંગીયા ગામનાં પરથીભાઈ જેઠાભાઈ ચૌધરી.
100 એકર જેટલી જમીન ધરાવતા પરથીભાઈ બટાકા, મગફળી અને બાજરીની ખેતી કરે છે. તેમાં મુખ્યત્વે બટાકાની ખેતીમાં તેમની આગવી ખેતીની કાર્યપદ્ધતિથી અનેક ખેડૂતો અને કૃષિ અભ્યાસુ માટે તેઓ પ્રેરણાસ્રોત બન્યા છે.

