Agriculture News : ખેડૂત જ્યારે પાક ઉગાડે છે ત્યારે વાવેતરથી લઈને કાપણી સુધી અનેક તબક્કાઓમાં મહેનત કરવી પડે છે. છતાં ઘણી વાર ઉત્પાદન ધાર્યું ન આવે, નફો ન મળે અથવા સતત નુકસાન જોવા મળે, તો ખેડૂતના મનમાં પ્રશ્ન ઊભો થાય કે શું હવે પાકની પસંદગીમાં કોઈ ફેરફાર કરવો જોઈએ ? આપણા રાજ્યમાં કોમર્શિયલ પાકો અને રોકડિયા પાકો-આમ બંને પ્રકારના કૃષિ પાકોનું વાવેતર મોટાભાગના વિસ્તારમાં થતું હોય છે. પણ બને છે એવું કે ખેડૂતો મોટે ભાગે વર્ષોવર્ષ એક ને એક પ્રકારના પાકનું વાવેતર કર્યે રાખે, તેમાં પછી નુકસાન જાય કે નફો થાય. પરિણામ એ આવે કે છેલ્લે ખેતીથી કંટાળીને ખાલી ઘ્યાન આપવા ખાતર ખેતીમાં ઘ્યાન આપે. પણ જાગૃત અને પ્રગતિશીલ ખેડૂતો સમજે છે કે આ મુશ્કેલીનો ઉકેલ છે પાક ફેરબદલી.
પાક ફેરબદલી કરાઈ, જમીનનું સ્વાસ્થ્ય સુઘર્યું, પોષક તત્ત્વો અને ઉત્પાદકતામાં ચમત્કારિક પરિણામ

