Agriculture News : કહેવાય છે કે, જરૂરિયાત એ શોધની જનેતા છે. જામનગર જિલ્લાના જગા ગામના ખેડૂત સુરેશભાઈ સાવલિયાના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું. 7 વીઘામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરતા સુરેશભાઈએ વર્ષ 2022માં ખારેકના ઝાડ પર ચડવા માટેનું એક ખાસ પ્રકારનું ઓજાર વિકસાવ્યું. આ ઓજારની મદદથી ખરબચડી સપાટીના ઝાડ ઉપર સહેલાઈથી ચડીને ખેડૂત તેનું કૃષિકાર્ય સરળતાથી નિપટાવી શકે છે.
સામાન્ય રીતે ખારેકના ઝાડની ઊંચાઈને કારણે તેની કૃષિલક્ષી કામગીરી કરવામાં ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

