Agriculture News : શારીરિક સ્વાસ્થ્ય જોખમાવીને માનવીના તન-મનને અકળાવી મૂકે, તેની સારવાર પણ એવી કે જિંદગી આખી દવા લઈને આરોગ્યને જાળવવા માટે દર્દીએ સતત તકેદારી રાખવાની, એવો રોગ એટલે ડાયાબીટીસ. ડાયાબીટીસના દર્દી માટે સૌથી મોટો પ્રશ્ન ગળપણયુક્ત આહાર કે પીણાંને તિલાંજલિ આપવી.
આ પરિસ્થિતિમાં ખાંડ એટલે ડાયાબીટીસના દર્દીઓ માટે દુશ્મનથી પણ વિશેષ. પણ ખાંડ એટલે કે ગળપણ વિના ચાલે નહીં, ખાસ કરીને જેમને ચાની આદત હોય તેમને માટે તો ડાયાબીટીસના કારણે બિલકુલ ખાંડ વિનાની એટલે કે સદંતર મોળી ચા જિંદગીભર પીને સંતોષ માનવાનો.

