Agriculture News : આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનું આગમન થયું છે, તેમાં કૃષિ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. જૂનાગઢ જિલ્લાના, મેંદરડા તાલુકાના આલિધ્રા ગામના ખેડૂત, પીયૂષકુમાર પરસોત્તમભાઈ ભેંસદળિયા આધુનિક ખેતી સાથે તાલ મિલાવી રહ્યા છે. 30 વીઘા જમીન ધરાવતા પીયુષભાઈએ જૂની પિયત પદ્ધતિને ત્યજીને, ટેક્નોલોજીનાં ઉપયોગ થકી આધુનિક પિયત અપનાવીને, ઓછા શ્રમથી વધુ ઊપજ મેળવી રહ્યા છે.
પીયૂષભાઈના મતે, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી એ સમયની માંગ છે. પરંપરાગત ધોરિયા પદ્ધતિમાં પાણીનો ખૂબ બગાડ થતો હતો અને મજૂરોની પણ વધુ જરૂર પડતી હતી.

