ધોરિયા પદ્ધતિની સિંચાઈમાં બહુ ગુમાવ્યું, હવે ટપક પદ્ધતિ અપનાવ્યે જ છૂટકો


Agriculture News : ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં જળસ્તર નીચા જવાથી ખેડૂતો માટે પરંપરાગત રીતે પિયત કરવી મુશ્કેલ બનતી હોય છે. આ સમયે સીમિત પાણીનાં સ્રોતમાં ધોરિયા પદ્ધતિને પકડી રાખવી એ પોતાની જ ખેતીનાં વિકાસને રૂંધવા જેવી વાત છે. વરસાદ ક્યારે આવે અને જાય, તેની સો ટકા આગાહી કરવી મુશ્કેલ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પાણીનાં મૂલ્યને સમજી, કરકસરયુક્ત ઉપયોગ થાય તે માટે સૂક્ષ્મ સિંચાઈથી ખેતી કરવી જરૂરી બની જાય છે. જ્યાં પાણીની મહેર છે ત્યાં પણ પાણીની કિંમત દરેકને સમજાવી જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ અપનાવવી એ કોઈપણ ખેડૂત માટે માત્ર પાણીની બચત જ નહીં પણ, તેનાં પાકના સારા ઊતારા માટે પણ એટલો જ ઉપયોગી વિકલ્પ સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *