Agriculture News : ખેડૂતોને રાસાયણિક ખાતરના વઘતા ભાવો અને વધતા ખેતીખર્ચના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે હવે સામાન્ય વાત છે. ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ પ્રાકૃતિક અને રાસાયણિક પદ્ધતિઓનો સમન્વય કરીને નફો મેળવી રહ્યા છે. વર્ષ 2020-21 થી પ્રાકૃતિક ખેતી અપનાવનાર અણદાભાઈએ 41 એકરની જમીનમાં ફળ-ઝાડ અને આંતરપાકમાં શાકભાજીની ખેતી કરીને, યોગ્ય આયોજન અને ટેક્નોલોજીના સમન્વયથી ખેતીને એક સમૃદ્ધ વ્યવસાય બનાવ્યો છે.
અણદાભાઈએ પોતાની ખેતીમાં ડ્રીપ ઈરીગેશન અને પ્રાકૃતિક ખેતીને મુખ્ય આધાર બનાવ્યા છે. તેમનું દ્રઢપણે માનવું છે કે, રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને નફો વધુ મળે છે.

