Agriculture News : જીરૂ એ એવો મસાલા પાક છે, જેની શરૂઆતની વૃદ્ધિ ધીમી રહે છે, તેથી વાવણીના થોડા જ સમયમાં ખેતરમાં ઉગેલા નીંદણ જમીન પર કબજો જમાવી લે છે. નીંદણ જેમ-જેમ વધે, એમ પાકને પાણી, પ્રકાશ અને ખાતર ઓછું મળે છે અને જીરૂનો નાજુક છોડ નબળો પડે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ જો જીરાના પાકમાં શરૂઆતના 30-40 દિવસ સુધી નીંદણ નિયંત્રણ ન કરવામાં આવે તો ઉત્પાદન 40-60 ટકા સુધી ઘટી શકે છે. તેનો સીઘો અર્થ એ જ થયો કે આટલું કૃષિ ઉત્પાદન ઘટવાના કારણે હેક્ટરદીઠ રૂપિયા 75-80 હજાર જેટલું આર્થિક નુકસાન ખેડૂતને ભોગવવાનું આવે. આ નુકસાન અટકાવવા સંકલિત નીંદણ વ્યવસ્થાપન અપનાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી પાકની વૃદ્ધિ ઝડપી થાય છે અને ઉપજ પણ વધુ મળે છે.
જીરાને નીંદણમુક્ત રાખવાથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં 20 ટકા વૃદ્ધિ સંભવ

