• ખેતરના શેઢા-પાળે ઉછરેલ વનસ્પતિઓને સમજો, રોગ-જીવાત માટે દવાઓ ખરીદવી નહીં પડે
• એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે શેઢા-પાળા પર કે ખેતરમાં જ્યાં પણ જગ્યા અનુકૂળ હોય ત્યાં ફળ કે ઔષધીય વૃક્ષો ઉછેરવા ખેડૂત માટે લાભદાયી તો છે જ સાથે પર્યાવરણ માટે પણ લાભદાયી છે
Agriculture News : ખેડૂત વર્ષોથી ભલે ખેતી કરતો હોય પણ કેટલા ખેડૂતોને એ ખબર છે કે ખેતરના શેઢાં-પાળા પર ઉછરેલા અનેક પ્રકારનાં વૃક્ષોમાંથી કેટલાય વૃક્ષો એવા છે જેનું રોગ-જીવાત નિયંત્રણના સંદર્ભમાં ઔષધ િય મૂલ્ય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તો ખબર જ છે એટલે આવા ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેતી અંતર્ગત માનો કે કદાચ રોગ-જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કોઈ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક ઔષધ િઓનો ઉપયોગ કરીને રોગ નિયંત્રણ કરતા હોય છે.
વનસ્પતિજન્ય કિટનાશી ઔષધોમાં લીમડો, તમાકુ, સીતાફળ, આકડો, ધતૂરો, અરડૂશી, પીળી કરેણ, ડમરો, મહુડો, લાલ અને સફેદ ચિત્રક, સુવા, નાગચંપો, દારૂડી, વછનાગ, કાળા મરી સહિત ઘણી જાતની વનસ્પતિ રોગ-જીવાતોનું નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે.

