જંતુનાશક દવાઓના અતિરેકે હવે માઝા મૂકી, વાદળ, પાણી, ઘરતી અને જંગલ પણ હવે દૂષિત

• જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ હવે કુદરતી ચક્રમાં પ્રવેશ્યો, જ્યાં ખેતી નથી થતી, તેવા વિસ્તાર પણ હવે દૂષિત

• જંતુનાશક દવાઓના છંટકાવની સૌથી ગંભીર અસર જમીનની જીવંતતા પર પડે છે. ઉપરાંત તેના છંટકાવની પ્રક્રિયા દરમિયાન તેના અવશેષો હવા દ્વારા વાદળ, વરસાદમાં પ્રવેશી અંતે વરસાદી પાણીરૂપે ખેતરોને પણ નુકસાન કરે છે

Agriculture News : ભારતમાં જંતુનાશકોનો ઉપયોગ વર્ષ 1948માં શરૂ થયો હતો, જ્યારે મેલેરિયા નિયંત્રણ માટે ડીડીટી અને તીડ નિયંત્રણ માટે બેન્ઝીન હેક્સાક્લોરાઇડની આયાત કરવામાં આવી હતી. ભારતે વર્ષ 1952માં ડીડીટી અને બેન્ઝીન હેક્સાક્લોરાઇડ માટે ઉત્પાદન પ્લાન્ટ સાથે જંતુનાશકોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જંતુનાશકોનો ઉપયોગ આધુનિક કૃષિ પદ્ધતિઓનો એક અભિન્ન ભાગ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *