Agriculture News : વર્ષોથી ખેતી ક્ષેત્રમાં સતત નવા સંશોધનો થતા રહ્યા છે અને તમામ સંશોધનોનો એક જ હેતુ રહ્યો છે ખેડૂતને ખેતીના કામમાં વધુ સુવિધા અને રાહત મળી રહે. આજના સમયમાં જો પ્રગતિ સાથે આગળ વધીને સફળતા મેળવવી હોય, તો નવી ટેક્નોલોજીનો સ્વીકાર અનિવાર્ય છે. આ ટેક્નોલોજીમાં સૌથી શક્તિશાળી અને ઝડપી ફેરફાર લાવનાર સંસાધન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ.આઇ.ના ઉપયોગના કારણે ખેતી હવે પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર આવીને વૈજ્ઞાનિક રીતે સતત આગળ વધી ખેડૂતો માટે પોષણક્ષમ બની રહેશે.
AI ટેક્નોલોજી અપનાવીએ, પરંપરાગત ખેતીને સ્માર્ટ ખેતી બનાવીએ

