• વેપારની અનોખી રણનીતિ અપનાવીને પ્રાકૃતિક ખેતીને સફળ બનાવી
• પંચસ્તરિય મોડેલથી શાકભાજીની ખેતી કરતા ઘનંજયભાઈ વાવણીના અનોખા આયોજન ઉપરાંત ખેતરેથી જ તેનાં સીઘા વેચાણની વ્યવસ્થા દ્વારા પોતાને અને ગ્રાહકોને બંનેને ફાયદો કરાવે છે
Agricultural News : ઘણીવાર ખેડૂત પ્રાકૃતિક ખેતી તો શરૂ કરે પણ તેની કૃષિપેદાશોની વેચાણ વ્યવસ્થાનું માળખું તેમનાં વિસ્તારમાં ન હોવાથી તેઓ ઘણીવાર તેનાં યોગ્ય ભાવ અને બજાર શોધવામાં મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાનાં સાંપા ગામનાં ધનંજયકુમાર પટેલે તેનો રસ્તો કાઢીને ગ્રાહકો સુધી પોતાની શાકભાજી પહોંચાડી. તેમણે સ્પર્ધાત્મક ભાવ રાખીને અને શાકભાજીની ગુણવત્તાથી ગ્રાહકોનું પણ ધ્યાન ખેંચ્યું.
સૌથી અગત્યની તેમની માર્કેટિંગની રણનીતિ વિશે તેઓ જણાવે છે કે, મારા કૃષિ ઉત્પાદનનો ભાવ હું જાતે જ નક્કી કરતો હોઉં છું અને તેમાં હંમેશાં પોષણક્ષમ ભાવ રાખતો હોઉં છું.

