• નિવૃત્તિ આરોગ્ય અઘિકારીને રાસાયણિક ખેતીની સ્વાસ્થ્ય સંબંધી વિપરિત અસરો સમજાઈ ગઈ
• જીરામાં રોગ અને જીવાતોનો પ્રશ્ન ખૂબ વધારે હોય છે, તેથી તેમાં પ્રાકૃતિક ખેતી શક્ય નથી. પરંતુ વિરેન્દ્રભાઈનો નિર્ણય અડગ હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે ખેતી તો રસાયણમુક્ત જ કરવી
Agricultural News : પ્રાકૃતિક ખેતી માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ માનવસ્વાસ્થ્ય અને પર્યાવરણને સુરક્ષિત રાખવાની એક દ્રઢ વિચારધારા છે. આજે ઘણીવાર રાસાયણિક કરતા પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધારે મળે છે કે ઓછું ? આ ચર્ચા થાય છે, પરંતુ એ વાત ભૂલી જવાય છે કે રાસાયણિક ખેતી દ્વારા ઉત્પાદિત ખોરાક એ માનવ શરીર માટે કેટલો સલામત છે.

